રાજકોટના જંગલેશ્વર ડીમોલેશન મામલે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જો નિર્દોષ લોકોના મકાનો તોડાયા હોય તો તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવાના મુદ્દે સરકાર વિચારણા કરી શકે છે.
સરકાર વિચારણાને આધિન નિર્ણય કરશે
આ મુદ્દે કોંગ્રેસના સભ્ય દ્વારા ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન દરમિયાન જે લોકો નિર્દોષ રીતે અસરગ્રસ્ત બન્યા છે, તેમને સરકાર તરફથી શું રાહત આપવામાં આવશે. તેના જવાબમાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જરૂર પડ્યે સરકાર વિચારણાને આધિન નિર્ણય કરશે













