રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ટીપી રોડ ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે મનપા દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટીપી રોડ પરથી આશરે 500 જેટલા દબાણો દૂર
મહાનગરપાલિકાની ટીમે ટીપી રોડ પરથી આશરે 500 જેટલા દબાણો દૂર કર્યા છે. કાર્યવાહી બાદ રસ્તા પર પડેલો કાટમાળ પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યો છે.













