ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને MP, MLA અને મંત્રીઓના પ્રોટોકોલ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવે
પરિપત્ર મુજબ, મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવે તે માટે દરેક કામગીરી સુસંગઠિત રીતે કરવી જરૂરી છે. જિલ્લા પ્રભારીઓને કાર્યક્રમના સંકલન માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે.













