ગુજરાતમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે સીઆઈડી ક્રાઈમ સક્રિય થઈ છે. બસ, ટ્રેન કે ઘરેથી ચાલ્યા ગયા હોય તેવા ગુમ થયેલા લોકોને શોધવા માટે એક મહિના સુધી સીઆઈડી ક્રાઈમ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. બે તબક્કામાં આ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી 900થી વધુ લોકોની શોધખોળ હાથ ધરાઈ હતી.
સ્થાનિક પોલીસની મદદથી આ ડ્રાઈવ યોજાઈ હતી
CID ક્રાઈમના DGP ડો. કે.એલ.એન. રાવે કહ્યું હતું કે, ગુજરાતમાંથી ગુમ થયેલા લોકોને શોધવા માટે સીઆઈડી ક્રાઈમ દ્વારા બે તબક્કામાં એક ડ્રાઈવ યોજવામાં આવી હતી. સ્થાનિક પોલીસની મદદથી આ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી 900થી વધુ લોકોને શોધવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ અંતર્ગત નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન શોધખોળ અભિયાન હાથ ધરાયું હતું.













