આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.


2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે

જેમાં તાપી- સાબરકાંઠા- ગીરસોમનાથ- મહિસાગર- અમરેલી- બોટાદ- અમરેલી- નવસારી જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જેમાંથી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં 85.53 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી

ક્રમ જિલ્લો ટકાવારી

1 ડાંગ 85.53

2 બનાસકાંઠા 80.63

3 સાબરકાંઠા 78.62

4 પંચમહાલ 77.54

5 ગીર સોમનાથ 76.68

6 પાટણ 76.26

7 તાપી 75.05

8 નર્મદા 73.64

9 દાહોદ 73.38

10 મહીસાગર 73.32

મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 10 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 1.5 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 11 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 1.44 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOને CEO કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Navsari News : નવસારી શહેરમાં મોડી રાત્રે લોહિયાળ ધિંગાણું સર્જાયું, યુવતીની છેડતીને લઈ બબાલ મારામારીમાં પરિણામી



  • Follow us on: