ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી છે. તેમને સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તપાસમાં બ્લોકેજ નીકળતા સ્ટેન્ટ મૂકવું પડ્યુ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાની તબિયત હાલમાં સ્થિર હોવાની વિગતો પણ જાણવા મળી છે. તેઓ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતાં આ દરમિયાન બ્લોકેજ હોવાની જાણ થઈ હતી.
હૃદયમાં બ્લોકેજ હોવાનું જણાયું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા આજે સાંજ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કાર્યક્રમમાં હતાં. કાર્યક્રમ બાદ તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેઓ રૂટીન ચેક અપ માટે તબીબી મુલાકાતે હોસ્પિટલ ગયા હતાં. જ્યાં તબીબોના ચેકઅપમાં તેમના હૃદયમાં બ્લોકેજ હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવુ પડ્યું છે. સર્જરી બાદ તેમની તબિયત સારી અને સ્થિર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે.
આ પણ વાંચોઃ T20 World Cup: દિલ્હીમાં રમાયેલી મેચમાં UAEની ટીમે કેનેડાને 5 વિકેટે હરાવ્યું













