રૂપિયા 125 કરોડમાં નવા કામો સૂચવાયા છે અને પીએમ આવાસ, એઆઈ માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે, રોડ રસ્તા, પાર્કિંગ, દબાણ તથા વૃક્ષો સંબંધીત ફરિયાદો અને દૂર કરવા ખાસ ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાશે અને જીપીએસ થકી ફરિયાદ અધિકારીઓને મળશે અને નવા સમાવેલા ગામોમાં પણ કામોને પ્રાધાન્ય અપાશે.


ગાંધીનગરમાં ત્રણ સ્થાનો પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ગાંધીનગર મહાનગરપાલિકા કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે અને ત્રણ સ્થાનો પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. રોડ રસ્તા, પાર્કિંગ, દબાણ તથા વૃક્ષો સંબંધિત ફરિયાદો અને દૂર કરવા ખાસ ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાશે અને જીપીએસ થકી ફરિયાદ અધિકારીઓને મળશે અને ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાવેલા ગામોમાં પણ કામોને પ્રાધાન્ય અપાશે અને ગાંધીનગર મહાનગરપાલિકા કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાનું 15મું સામાન્ય બજેટ

આ બજેટ પર નજર કરીએ તો કુલ ખર્ચના સૌથી વધુ 62 ટકા એટલે કે 1186.71 કરોડ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા હતા, પર્યાવરણની જાળવણી માટે મનપાએ 10 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનો અને 1000 રિચાર્જ વેલ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શહેરના જળ સ્તરને જાળવી રાખવા માટે શૂન્ય જળ ભરાવ કાર્યક્રમ હેઠળ 19 તળાવોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અન્ય 24 તળાવોનું આયોજન છે.


આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથના આંગણે મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભકતો


  • Follow us on: