ડૉ.કે.એલ.એન રાવ 1992 બેચના IPS અધિકારી છે અને ડૉ.કે.એલ.એન રાવ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે અને અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક પણ રેસમાં આગળ છે, જી એસ મલિક 1993 બેચના IPS અધિકારી છે. જી એસ મલિક નવેમ્બર 2028માં થશે નિવૃત્ત અને ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ.નિરજા ગોટરૂ પણ રેસમાં છે.
ગુજરાતની DGP કચેરી પર વિદાય સમારંભની તૈયારીઓ શરૂ
ગુજરાતના ગાંધીનગરમાં આવેલી DGP કચેરીમાં વિકાસ સહાયની વિદાયની તૈયારી કરવામાં આવી રહી છે, નવા પોલીસવડાને આવકારવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ગાંધીનગરના પોલીસ મેદાનમાં તૈયારીઓ શરૂ કરાઇ છે અને નવા DGPનો ઓર્ડર થાય તો સાંજે બેટન સેરેમની થશે.
જાણો ગુજરાતના ડીજીપી બનવાની રેસમાં કોણ છે આગળ
01 -ડૉ. કે લક્ષ્મીનારાયણ રાવ (તેલંગાણા)
1992ના બેચના આઇપીએસ અધિકારી
જન્મ તારીખ 26-10-1967
નિવૃતિ : ઓક્ટોબર, 2027
02 - જ્ઞાનેન્દ્રસિંઘ મલિક (હરિયાણા)
1993ની બેચના આઇપીએસ અધિકારી
જન્મ તારીખ 15-11-1968
નિવૃતિ : ઓક્ટોબર, 2028
03 - ડૉ. નિરજા ગોટરુ ( તેલંગાણા)
1993ની બેચના આઇપીએસ અધિકારી
જન્મ તારીખ 08-11-1969
નિવૃતિ : નવેમ્બર, 2029










