ભાવનગરમાં માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, એસ.પી નીતિશ પાંડેય દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોના મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું છે, સરદારનગર વિસ્તારમાં વર્ષોથી ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઇ છે.
સીટી DYSP સહિત પોલીસનો મોટો કાફલો સ્થળ પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત
ભાવનગર શહેરમાં જે જગ્યા પર દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હતા તે બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરીને પોલીસને સોંપવામાં આવ્યું હતુ અને ત્યારબાદ વહેલી સવારથી પોલીસના બંદોબસ્ત સાથે મકાન તોડવામાં આવ્યા હતા, જે લોકોના મકાન તોડવામાં આવ્યા હતા તે લોકોને પહેલા નોટિસ પણ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે, ત્યારે અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે, આગામી સમયમાં અન્ય અસામાજિક તત્વોના ઘર પર પણ બુલડોઝર ફરે તો નવાઈ નહી.













