ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ તાલુકા હોમગાર્ડઝ યુનિટ દ્વારા 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ બે મહત્વપૂર્ણ પ્રસંગોની ઉજવણી અને સ્મૃતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડઝ સ્થાપના દિવસ અને ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણી
દર વર્ષની જેમ આ વર્ષે પણ 6ઠ્ઠી ડિસેમ્બર, હોમગાર્ડઝ સ્થાપના દિન નિમિત્તે કલોલ યુનિટ દ્વારા ગૌરવપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ યુનિટ કચેરીથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જે કલોલના જુદા જુદા મુખ્ય વિસ્તારોમાં ફરીને યુનિટ કચેરી પરત ફરી હતી. આ રેલીમાં હોમગાર્ડઝના સભ્યોએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો.













