રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બર, 2025 ના રોજ બપોરે 12:00થી 2:00 કલાક દરમિયાન TET-1 (Teacher Eligibility Test) ની પરીક્ષા સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો પોતાની ઉત્તરવહી (OMR શીટ) જોઈ શકે તે માટે બોર્ડ દ્વારા આજે, 30 ડિસેમ્બર, 2025 ના રોજ તેને ઓનલાઈન પોર્ટલ પર લાઈવ કરવામાં આવી છે.


કઈ રીતે ડાઉનલોડ કરવી?

પરીક્ષા આપનાર ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જઈને વિગતો ભરી પોતાની OMR શીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો આ શીટના આધારે પ્રોવિઝનલ આન્સર-કી સાથે પોતાના જવાબોની ચકાસણી કરી શકશે અને પોતાના સંભવિત ગુણનું અનુમાન લગાવી શકશે.

મર્યાદિત સમયગાળો

ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે OMR શીટ ડાઉનલોડ કરવાની સુવિધા માત્ર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે. ઉમેદવારો આગામી 3 જાન્યુઆરી, 2026 સુધી જ પોતાની શીટ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ લિંક નિષ્ક્રિય કરી દેવામાં આવશે. ઉમેદવારોને વહેલી તકે પોતાની કોપી સેવ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: