ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે અને ઘટના બનતાની સાથે સમગ્ર મામલો માતા-પિતા સુધી આવતા પોલીસને જાણ કરાઈ હતી, પોલીસે 2 શકમંદની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે, મોડી રાત્રે ઠંડીના સમયમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
બાળકી રાત્રે વોશરૂમ માટે ગઈ ત્યારે ઘટના બની
ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે, બાળકી વોશરૂમ માટે ગઈ હતી તે દરમિયાન દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર ઘટના બાળકીએ માતા-પિતાને જણાવી હતી અને ત્યારબાદ પોલીસને જાણ પણ કરવામાં આવી હતી, ઘટનાની જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી અને બાળકીની પણ પૂછપરછ કરી હતી, હજી આ કેસમાં શકમંદની પૂછપરછ ચાલી રહી છે, અને ગુનો નોંધાયો છે.
બાળકીનો મેડિકલ રીપોર્ટ પણ કઢાવાશે
તો પોલીસે બાળકીને મેડિકલ પરીક્ષણ માટે ખસેડી છે અને તપાસ શરૂ કરી છે, માતા-પિતાની અને આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે, બાળકીના મેડિકલ રીપોર્ટમાં પણ ખબર પડશે કે બાળકીને કયા ભાગે ઈજા પહોંચી છે.









