PM મોદી 12 જાન્યુઆરીએ રૂટને ખુલ્લો મુકશે અને PM મોદી રિવરફ્રન્ટથી મહાત્મા મંદિર સુધી સવારી કરશે અને મહાત્મા મંદિરથી ગાંધીનગર રેલવે સ્ટેશન જઇ શકાશે, ગાંધીનગર રેલવે સ્ટેશન જવા ખાસ કોરિડોર બનાવાયો છે અને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની પ્રધાનમંત્રી કરાવશે શરૂઆત.
મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝ 2 ના છેલ્લા ભાગનું પ્રધાનમંત્રી કરાવશે ઉદ્દઘાટન
ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝ 2ના છેલ્લા ભાગનું પ્રધાનમંત્રી કરાવશે ઉદ્દઘાટન અને ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો ફેઝ ખુલો મુકાશે અને 12 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટથી મેટ્રોમાં મુસાફરી કરીને મહાત્મા મંદિર સ્ટેશન પર પહોંચશે, સચિવાલયથી મહાત્મા મંદિર નો 5.36 કિમી નો મેટ્રો ફેઝ શરૂ થશે જેમાં સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર રૂટ રહેશે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે.













