ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં મોબાઈલ ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં ચોરોએ ચોરીની નવી તરકીબ અપનાવી હોવાનું જણાઈ આવ્યું છે. આ સમગ્ર ઘટના બજારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મોટી વસ્તુઓની આડમાં ચોરી
મળતી માહિતી મુજબ, કલોકના શહેરી વિસ્તારોમાં હવે ચોરો મોટી ચીજવસ્તુઓની આડશ લઈને મોબાઈલ અને પાકીટની ચોરીને અંજામ આપી રહ્યા છે. કલોલ શાક માર્કેટમાં પણ બે શખ્સોએ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ બે શખ્સો ખરીદી કરી રહેલા લોકોની પાછળ આવતા હતા અને ત્યારબાદ કોઈ મોટી વસ્તુ અથવા પોતાના શરીરની આડશ રાખીને, ગ્રાહકોના ખિસ્સા કે બેગમાંથી મોબાઈલ સેરવી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.













