રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ (આરપીએસએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રાજેશ પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે રાજ્યની સરકારી વીજ કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) સાથે ગુજરાતના વિરપોર ખાતે 65 મેગાવોટ / 130 MWh ક્ષમતાના સ્ટેન્ડઅલોન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટ વિકસાવવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ પર્ચેઝ એગ્રીમેન્ટ (BESPA)કર્યો છે.


આ સિસ્ટમ એક સમયે લગભગ બે કલાક સુધીનો વીજ પુરવઠો સપ્લાય કરવાની ક્ષમતા ધરાવશે

BESPA મુજબ, આ પ્રોજેક્ટ કમિશનિંગની તારીખથી 12 વર્ષ માટે કરાર હેઠળ કાર્ય કરશે અને તેની નક્કી કરાયેલો ટેરિફ દર મહિને મેગાવોટ દીઠ રૂ. 1.89 લાખ રહેશે. આ પ્રોજેક્ટમાં 65 મેગાવોટ ક્ષમતાની બેટરી સિસ્ટમ સ્થાપવામાં આવશે, જેમાં 130 MWh જેટલી વીજળી સંગ્રહ કરવાની ક્ષમતા રહેશે. આ સિસ્ટમ એક સમયે લગભગ બે કલાક સુધીનો વીજ પુરવઠો સપ્લાય કરવાની ક્ષમતા ધરાવશે. કરાર પર સહી થયાની તારીખથી અંદાજે 18 મહિનાની અંદર આ પ્રોજેક્ટ કાર્યરત થવાની શક્યતા છે.

ગ્રીડની સ્થિરતા મજબૂત કરવામાં અને વીજળીની ખરીદીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા મદદ કરે છે

આ પ્રોજેક્ટ આ વર્ષની શરૂઆતમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના 'સ્ટેન્ડઅલોન BESS - ફેઝ VII ની સ્થાપના માટે પસંદગી માટેની વિનંતી' ના ભાગ રૂપે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ કંપનીને આપવામાં આવ્યો હતો, જેને પાવર સિસ્ટમ ડેવલપમેન્ટ ફંડ (PSDF) દ્વારા વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. રિન્યૂએબલ એનર્જી ઇન્ટિગ્રેશનને ટેકો આપવા અને ગ્રીડ ફ્લેક્સિબિલિટી વધારવા માટે યુટિલિટીઝ દ્વારા સ્ટેન્ડઅલોન બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સને ઝડપથી અપનાવવામાં આવી રહી છે. જ્યારે વીજ ઉત્પાદન વધારે હોય ત્યારે આવી સિસ્ટમ્સ વીજળીનો સંગ્રહ કરે છે અને જ્યારે માંગ વધુ હોય ત્યારે તેને ગ્રીડમાં સપ્લાય કરે છે. આ રીતે આવી સિસ્ટમ્સ ઊર્જા પુરવઠાની અસ્થિરતા (intermittency) સંભાળવામાં, ગ્રીડની સ્થિરતા મજબૂત કરવામાં અને વીજળીની ખરીદીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા મદદ કરે છે.

BESPA રાજેશ પાવર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે

આ કરાર અંગે રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, “જીયુવીએનએલ સાથે કરવામાં આવેલો BESPA રાજેશ પાવર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, કારણ કે આ સાથે અમે યુટિલિટી-સ્કેલ બેટરી સ્ટોરેજ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ. દેશમાં રિન્યૂએબલ એનર્જીની ક્ષમતા સતત વધી રહી છે ત્યારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ ગ્રીડ ફ્લેક્સિબિલિટી અને વિશ્વસનીયતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ ઉચ્ચ ગુણવત્તાવાળા અમલીકરણ તથા લાંબા ગાળાની ઓપરેશનલ ક્ષમતા દ્વારા ભારતના વિકસતા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”


  • Follow us on: