આગામી વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વડોદરાના સાવલીના ધારાસભ્યએ જાહેરાત કરી છે કે, તેઓ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી નહી લડે અને જનતાની પડખે રહેશે, ધારાસભ્યના આ નિવેદનથી સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે અને આવું નિવેદન કેમ આપ્યું તેનું કારણ સામે આવ્યું નથી.

સાવલીના MLA કેતન ઈનામદારની જાહેરાત

હાલમાં વડોદરાા ચાલુ ધારાસભ્ય કેતન ઈનામદારે જાહેરાત કરી છે કે, તેઓ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી નહી લડે, આવું નિવેદન તેમણે કેમ આપ્યું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, થોડાક સમય અગાઉ તેઓ વિકાસના કામો થતા નથી અને અધિકારીઓ ધારાસભ્યનું માનતા નથી અને તેઓ સીએમ ભુપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા, ત્યારે કઈ વાતની નારાજગી છે કે તેઓએ એવું કહ્યું કે, હુ વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં નહી લડું.

જાણો કોણ છે કેતન ઈનામદાર

કેતન ઈનામદાર વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે, તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. ઇનામદારે 2010 માં ધનતેજ જિલ્લા પંચાયતમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા બાદ વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. બાદમાં તેમણે ભાજપને ટેકો આપ્યો હતો, ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન નકારવામાં આવ્યા બાદ તેઓ સૌપ્રથમ સાવલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા અને 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત મેળવી, 2012ની ચૂંટણીમાં ચૂંટાયેલા તેઓ એકમાત્ર અપક્ષ હતા. તેમણે 62,849 મત મેળવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણને હરાવ્યા હતા.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા યોજાઈ