ભારત યુએસ ટ્રેડ ડિલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે.આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી. પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે.


વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે.એ દિશામાં આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે.આ ડીલના પરિણામે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાને આપેલા વિઝનને વધુ બળ મળશે.મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18 ટકાનો ઘટાડો એ ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે.ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે.

જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ,પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે.ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે.એટલું જ નહિ, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે.વડાપ્રધાન મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે. હું ગુજરાતના સૌ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવું છું.


આ પણ વાંચોઃ Manipur માંથી હટ્યું રાષ્ટ્રપતિ શાસન, યુમનામ ખેમચંદે લીધા મુખ્યમંત્રી પદના શપથ


  • Follow us on: