આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી, ખાતરની અછત અને કૃષિ રાહત પેકેજ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી વાઈબ્રન્ટ રિઝનલ સમિટને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે. અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજને લઈને પણ શહેરી વિકાસ વિભાગ સરકારને રિપોર્ટ સોંપશે.
સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સ અંગે પણ સમીક્ષા
આજે મળનારી કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવે થઈ રહેલી પાકની ખરીદી, ખાતરની અછત અને કૃષિ રાહત પેકેજ અંગે સમીક્ષા હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરાશે. તે ઉપરાંત અમદાવાદના ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષબ્રિજનો રિપોર્ટ શહેરી વિકાસ વિભાગ સરકારને સોંપશે. રાજ્ય સરકાર આગામી સમયમાં યોજાનાર કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સ અંગે પણ સમીક્ષા કરશે.
