આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ છે. ભારતનું બંધારણ દેશને આઝાદી અપાવનારા બાહોશ સ્વાતંત્ર્યસેનાનીઓની મહેનતનું અર્ક છે. ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે.


સંવિધાનના સુયોગ્ય અમલીકરણ થકી નાગરીકોના જીવન સરળ બની રહ્યાં છે

નાગરીકોની સમસ્યાઓનો ઉકેલ આપણાં બંધારણમાં છે. સંવિધાનમાં લોક કલ્યાણ, કાયદો, ન્યાય, સુરક્ષા નાગરીકોના હક અને ફરજો તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતાં તેના રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવને જીવન શૈલી બનાવવા અધ્યક્ષેઅનુરોધ કર્યો હતો.

શાળાના બાળકો પણ રહ્યાં હાજર

બંધારણના આમુખ વાંચન પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, સામજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રધ્યુમનભાઈ વાજા, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય રીટાબેન પટેલ, વિધાનસભા સચિવ સી. બી. પંડ્યા સહિત અધિકારીઓ-કર્મચારીઓ તથા જે. એમ. ચૌધરી શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં ચંડોળા તળાવ અને ઈસનપુરમાં ડિમોલિશન કામગીરીનું શહેર પોલીસ કમિશનરે કર્યુ નિરીક્ષણ


  • Follow us on: