વિદેશી દારૂના વેચાણથી સરકારને રૂપિયા 100 કરોડથી વધુની આવક થઈ છે, અમદાવાદ-ગાંધીનગરની 32 હોટલમાં વિદેશી દારૂના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે, છેલ્લા બે વર્ષમાં રૂપિયા 116 કરોડથી વધુની આવક સરકારને થઈ હોવાની વાત છે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્નનનો ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં હવે મોબાઈલથી દારૂની પરમિટ મળી જશે

ગુજરાત સરકારે દારૂ પરમિટ માટે નવી મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહી છે, જેથી પ્રવાસીઓને હવે ઓનલાઈન પ્રોસેસથી દસ્તાવેજ અપલોડ કરીને પરમિટ મળી રહેશે. ગાંધીનગર ગિફ્ટ સિટી માટે આ એપનું ટ્રાયલ સફળ થઈ ચૂક્યું છે, અને ટુંક સમયમાં સ્ટેટવાઈડ આ એપ લોન્ચ થવાની માહિતી હાલ સામે આવી રહી છે. સરકારે વિકસાવેલી આ નવી મોબાઇલ એપનો હાલ ‘ટ્રાયલ રન’ ગાંધીનગર ગિફ્ટ સિટી વિસ્તારમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે.

ગાંધીનગરના GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા કરાયા

રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મોટી રાહત આપતી નવી નોટિફિકેશન જાહેર કરી છે. આ નવા નિયમો મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ (અન્ય રાજ્યોના મુલાકાતીઓ) અને વિદેશી નાગરિકોએ હવે દારૂ પીવા માટે કોઈ ખાસ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. મુલાકાતીઓ હવે માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર (Identity Card) બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ હવે પ્રક્રિયા સાવ સરળ બનાવી દેવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે.


આ પણ વાંચો : Kheda News : ગુજરાતનો ખેડા જિલ્લો સારસ સંરક્ષણનું વૈશ્વિક મોડેલ બન્યો, 120થી વધુ પક્ષી પ્રજાતિઓનું આશ્રયસ્થાન