અમદાવાદ RTOએ 450 વ્હાઇટ LED લાઇટના કેસ કર્યા, ગાંધીનગર RTOએ 52 વ્હાઇટ LED લાઇટના કેસ કર્યા અને કાયમી ઉકેલ માટે કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી, પોલીસ કે RTO દંડાત્મક કાર્યવાહી કરી સંતોષ માને છે.
ડ્રાઇવમાં બ્લેક ફિલ્મ ઉતરાવી દેવાથી નિયમોનું કડક પાલન થતું નથી
RTO પાસે ચેકિંગની સત્તા ન હોવાથી વ્હાઇટ LED લાઈટ અને બ્લેકફિલ્મ સાથે નવા વાહનોનું ઘણાં વાહન ડીલરો રજિસ્ટ્રેશન કરીને સ્થિતિનો ફાયદો ઉઠાવે છે. પરિણામે વ્હાઇટ LED લાઇટથી અંજાઈ જતાં વાહન ચાલકો ગંભીર અકસ્માતના ભોગ બને છે, છતાં સિસ્ટમમાં કોઈ સુધારો કરાતો નથી. બીજી બાજુ વાહનવ્યવહાર વિભાગની સૂચનાના પગલે અમદાવાદની ત્રણેય RTO કચેરીની ડ્રાઈવમાં જાન્યુઆરી મહિનામાં ૪૫૦ વ્હાઇટ LED લાઇટના કેસ કરાયા છે, જયારે ગાંધીનગર RTOએ પર કેસ કર્યા છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, પોલીસ કે RTO ડ્રાઇવમાં બ્લેક ફિલ્મ ઉતરાવી દેવાથી નિયમોનું કડક પાલન થતું નથી.
રોડ સેફ્ટીની બેઠકમાં LED લાઈટને લઈ કરાઈ હતી ચર્ચા
સુભાષબ્રિજ RTOએ 1 મહિનામાં 290 કેસ કર્યા છે, આડેધડ કેસો કરીને કાયમી ઉકેલ આવી ગયો હોવાનું માની અધિકારીઓ બેસી રહે છે. બીજી તરફ કોઈ પણ ગ્રાહક વાહન ખરીદી કરે ત્યારે વાહનમાં વ્હાઇટ LED લાઈટ ફીટ કરાવે છે. સાથોસાથ બ્લેક ફિલ્મ પણ ફિટ કરાવતા હોવા છતાં સરળતાથી વાહન ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ જાય છે અને તેમાં રેગ્યુલર નંબર પણ પડી જાય છે. જેની પાછળનું સીધું કારણ એ છે કે, RTO કચેરીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં માત્ર પુરાવા ચેક થતાં હોય છે. પુરાવા ઓકે હોય તો વાહન રજિસ્ટ્રેશન કરી દેવાય છે.
જૂના વાહનમાં પણ વ્હાઇટ LED અને બ્લેક ફિલ્મ ફિટ કરાય છે
તેમાં પણ રિ-રજિસ્ટ્રેશન વખતે કોઇ નોંધ લીધા વગર ATS સેન્ટરોમાં વાહનનું પાર્સિંગ થઈ જાય છે. એટલે, નવા કે જૂના વાહનમાં નિયમ વિરુદ્ધ લાઇટ, હોર્ન કે બ્લેક ફિલ્મ સહિત કોઈ પણ સુધારા-વધારા કરાય હોય કે ના હોય તેની કોઈ તકેદારી રખાતી નથી. પોલીસ કે RTO ચેકિંગમાં વાહન ઝડપાય ત્યારે દંડાત્મક કાર્યવાહી કરીને સંતોષ માની લેવાય છે. પરંતુ કાયમી ઉકેલ માટે કોઇ વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી.
આ પણ વાંચો : Vapi News : વાપીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા 2 ઝડપાયા, CCTVના આધારે પોલીસે દબોચ્યા શાતીરોને