રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહિવટદારની નિમણૂક કરવામાં આવી છે
વર્તમાન બોર્ડની મુદત પુરી
આગામી 10 માર્ચે રાજ્યની મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પુરી થઇ રહી છે ત્યારે હવે આ મહાનગરપાલિકાઓમાં વહિવટદાર શાસન ચલાવશે.

રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહિવટદારની નિમણૂક કરવામાં આવી છે
આગામી 10 માર્ચે રાજ્યની મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પુરી થઇ રહી છે ત્યારે હવે આ મહાનગરપાલિકાઓમાં વહિવટદાર શાસન ચલાવશે.
જ્યાં સુધી નવું બોર્ડ નહીં રચાય ત્યાં સુધી આ મહાનગરપાલિકાઓમાં વહિવટદાર કોર્પોરેશનનો વહિવટ કરશે
સરકારે કરેલી જાહેરાત મુજબ અમદાવાદ કોર્પોરેશનમાં અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે જ્યારે વડોદરામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપાયો છે તો સુરતમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરાઇ છે અને ભાવનગરમાં હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
આ તારીખોએ બોર્ડની મુદત પુરી
રાજકોટ માં 11 માર્ચે , વડોદરામાં 10 માર્ચે, ભાવનગરમાં 9 માર્ચે તથા અમદાવાદમાં 9 માર્ચે ઉપરાંત જામનગરમાં 10 માર્ચે અને સુરતમાં 11 માર્ચે વર્તમાન બોર્ડની મુદત પુરી થશે
આ પણ વાંચો---- Gandhinagar : ATS દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ, મલેશિયન ડ્રગ કાર્ટેલની સંડોવણી