નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.પ્રભારી મંત્રી સંઘવી દ્વારા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા સાંસદ અને ધારાસભ્યને ફાળવવામાં આવતી ગ્રાન્ટનું નિયમન કરવા માટે જિલ્લા આયોજન મંડળનું ગઠન કરવામાં આવ્યું છે.પ્રભારી મંત્રી હોદ્દાની રૂએ તે આયોજન મંડળના અધ્યક્ષ હોય છે.જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત કલેક્ટર આયોજન મંડળના અનુક્રમે ઉપધ્યાક્ષક અને સહઉપાધ્યક્ષ હોય છે.
ગ્રાંટમાં કરવાના થતાં વિકાસ કામોને મંજૂરી
સામાન્ય રીતે સાંસદ અને ધારાસભ્ય દ્વારા તેમની ગ્રાંટમાંથી સૂચવવામાં આવતા વિકાસ કામો આયોજન મંડળની પ્રક્રીયા થકી જ જાય છે.આ કામોને તાલુકા આયોજન મંડળની બહાલી મળી હોય છે.જેથી વિકાસની પ્રક્રીયામાં લોકપ્રતિનિધિઓને સઘન ભાગીદારી સુનિશ્ચિત થાય છે.આયોજન મંડળમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ઉપરાંત એટીવીટી અને ૧૫ ટકા વિવેકાધીન ગ્રાંટમાં કરવાના થતાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે.












