રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ દરમિયાન કોપી કેસના બનાવો સામે આવતા હોય છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં આખા રાજ્યમાં ગેરરીતિના માત્ર ચાર જ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર, જામનગર અને સુરેન્દ્રનગરમાં આ પ્રકારના કેસ સામે આવ્યા છે.


બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 4 કેસ નોંધાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના માત્ર ચાર કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં બે, જામનગરમાં એક અને સુરેન્દ્રનગરમાં એક કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં એક ડમી અને બીજો મોબાઈલ સાથે એક કેસ પકડાયો હતો. જ્યારે ધોરણ 10ની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ધોરણ 12 સાયન્સમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો. સુરેન્દ્રનગરમાં પણ એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો.


આ પણ વાંચોઃ Kapadvanj સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, વચગાળાના જામીન પર છુટી ફરી દુષ્કર્મ કરનારા આરોપીને જન્મટીપની સજા


  • Follow us on: