રાજ્ય પોલીસ દળમાં મહત્વની બઢતી પ્રક્રિયા અંતર્ગત વર્ગ-2ના પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને વર્ગ-1  ડીવાયએસપી  તરીકે બઢતી આપવા માટે પસંદગી યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા હેઠળ કુલ 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિક્ષા સંબંધિત વિગતો મોકલવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.

કોર્ટ કેસ અથવા શિસ્તભંગની કાર્યવાહી અંગે માહિતી મંગાઇ

 સૂત્રોના જણાવ્યા મુજબ, બઢતી માટે યોગ્યતા નક્કી કરતી વખતે અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્ત સંબંધિત પાસાઓનું સુક્ષ્મ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ કારણે સંભવિત બઢતીપાત્ર અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની ચાલુ કે પૂર્ણ થયેલી તપાસ, કોર્ટ કેસ અથવા શિસ્તભંગની કાર્યવાહી અંગે સંપૂર્ણ માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જરૂરી વિગતો પ્રાપ્ત થયા બાદ જ પસંદગી સમિતિ દ્વારા અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે

વિભાગીય સૂત્રોનું કહેવું છે કે, તમામ જરૂરી વિગતો પ્રાપ્ત થયા બાદ જ પસંદગી સમિતિ દ્વારા અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે તો તેની બઢતી અટકાવવામાં આવી શકે છે અથવા મામલો સ્પષ્ટ થાય ત્યાં સુધી તેને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવશે.

 નવી નિમણૂકો થવાની શક્યતા

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ દળમાં ડીવાયએસપી પદે નવી નિમણૂકો થવાની શક્યતા છે, જેના પરિણામે વહીવટી વ્યવસ્થા તેમજ કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ મજબૂતી મળશે.

 


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો