ગુજરાતમાં ગત ડિસેમ્બર 2025માં યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલ પાડલીયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયા બાદ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ પર ભીષણ પથ્થરમારો અને તીર-કામઠાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 47 અધિકારી અને કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં.
17 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી
આ મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. આમ આદમી પાર્ટીના દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલા સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, અંબાજીના પાડલીયામાં થયેલા ઘર્ષણમાં પોલીસે ફાયરિંગ કર્યું નથી. આ ઘટના બન્યા બાદ બે સરકારી વાહનો અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હતાં. પોલીસે ઘર્ષણ દરમિયાન ટિયર ગેસના 14 સેલ છોડ્યા હતાં.ઘર્ષણ દરમિયાન 17 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોઃ Surat News: વહેલી સવારથી ITનું સર્ચ, રિયલ એસ્ટેટ ગ્રુપના ઠેકાણાઓ પર રેડ













