ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે. પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલીઓ કર્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિભાગમાં બદલીઓ કરવામાં આવી છે. સરકારે કેટલાક અધિકારીઓને બઢતી આપવાનો પણ આદેશ કર્યો છે.
કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલી
ગુજરાતના કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીનો આદેશ કરાયો છે. 46 અધિકારીઓની બદલી અને 18ને બઢતી આપવામાં આવી છે. મદદનીશ ખેતી નિયામકની સામૂહિક બદલીના આદેશ અપાયા છે.આ ઉપરાંત ખેતી નિયામક તરીકે પ્રમોશન અપાયા છે. તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.
