ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે અત્યારથી જ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને રાજ્ય સ્તરની સાત અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલ કેમ્પેઈન કમિટીના અધ્યક્ષ બન્યા
આ નવી નિમણૂકોમાં રણનીતિથી લઈને પ્રચાર અને મીડિયા મેનેજમેન્ટ સુધીના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના અધ્યક્ષ બનાવીને પક્ષે મોટો દાવ ખેલ્યો છે, જ્યારે ભરતસિંહ સોલંકી રણનીતિ ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિવિધ રાજ્ય સ્તરીય સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ દ્વારા મંજૂર કરવામાં આવેલી આ યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકીને બનાવાયા
કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પોતાની તૈયારી શરૂ કરી છે. સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરત સિંહ સોલંકીને નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે લાલજી દેસાઈ વાઇસ ચેરમેન અને હેમાંગ વસાવડા કન્વીનર બનાવાયા છે. પ્રચાર-પ્રસાર કમિટીની જવાબદારી પરેશ ધાનાણી અને ગેનીબેન ઠાકોરને આપવામાં આવી છે.
ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી સિદ્ધાર્થ પટેલ અને બિમલ શાહે મળી
ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી જિગ્નેશ મેવાણી, સિદ્ધાર્થ પટેલ અને બિમલ શાહે સંભાળી છે. પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કમિટી ઈન્દ્રવિજય સિંહ ગોહિલ અને હિમ્મત સિંહ પટેલ સંભાળશે. ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની શૈલેષ પરમાર, ઋત્વિક મકવાણા અને મનીષ દોશી જવાબદારી સોંપાઈ છે. મીડિયા કમિટી અમી યાજ્ઞિક, લલિત કગથરા અને ગ્યાસુદ્દીન શેખ સંભાળશે. પબ્લિસિટી કમિટીની જવાબદારી કાદિર પીરઝાદા, અનંત પટેલ અને ચેતન રાવલને સોંપાઈ છે.
કોને મળી કઈ જવાબદારી?
- સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી, વાઇસ ચેરમેન તરીકે લાલજી દેસાઈ અને હેમાંગ વસાવડાને કન્વીનર બનાવાયા
- પ્રચાર પ્રસાર કમિટીની જવાબદારી પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોરને સોંપાઈ
- ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી અને બિમલ શાહને સોંપાઈ
- પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટ કમિટીની જવાબદારી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હિંમતસિંહ પટેલને સોંપાઈ
- ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની જવાબદારી શૈલેષ પરમાર, ઋત્વિક મકવાણા અને મનીષ દોશીને સોંપાઈ
- મીડિયા કમિટીની જવાબદારી અમી યાજ્ઞિક, લલિત કગથરા અને ગ્યાસુદ્દીન શેખને સોંપાઈ
- પબ્લીસીટી કમિટીની જવાબદારી કાદિર પીરઝાદા,અનંત પટેલ અને ચેતન રાવલને સોંપાઈ
આ પણ વાંચો - Jamnagar News: સગીરા પર દુષ્કર્મ આચરનાર જયદીપ લુણાશિયાને 20 વર્ષની સખત કેદ
