સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને લઈને કરકસરના ભાગરૂપે સપ્તાહ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલાક નિર્ણયો કર્યા હતા. જેને અનુલક્ષીને સામાન્ય વહિવટ વિભાગ- GADએ ૧૯મી મેના રોજ સરકારી કામકાજમાં કરકસર અંગે સુચનાઓ પણ પરિપત્રિત કરવામાં આવી હતી. બુધવારે ફરીથી મંત્રીપરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ મંત્રીઓને પોતાના વિભાગમાં SOPને તૈયાર કરીને તેનો ચૂસ્ત અમલ કરવા આદેશ કર્યો છે.
વીડીયો કોન્ફરન્સથી બેઠકો યોજવા કહેવાયુ
જેના પગલે વિભાગોએ 11 મુદ્દાઓની SOP જાહેર કરને અધિકારી- કર્મચારીઓને પર્યવારણની જાળવણી અને ઈધણની બચત માટે શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનનો ઉપયોગ ટાળી ST બસ, રેલ્વે, મેટ્રો જેવા જાહેર ક્ષેત્રની નાગરીક પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા સુચના આપવામાં આવી છે.તમામ વિભાગોએ પોતાની કાર્યશૈલી અનુસાર કરકસરના પગલા લેવા SOP જાહેર કરી છે.જેમાં ગ્રાન્ડ ઈન એઈડ સહિતની સંસ્થાઓ સહિત તમામ સરકારી એકમોના સરકારી-અર્ધસરકારી અધિકારી-કર્મચારીઓને જિલ્લા કે રાજ્યકક્ષાના અધિકારીઓ સાથે બને ત્યાં સુધી વીડીયો કોન્ફરન્સથી બેઠકો યોજવા કહેવાયુ છે.
