ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા વિભાગ દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ, કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

ક્યારથી મળશે લાભ?

આ વધારાનો લાભ કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2026 ની અસરથી મળવાપાત્ર થશે. આ વધારા સાથે હવે રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા એ પહોંચી ગયું છે. જાન્યુઆરીથી મે માસ સુધીની તફાવતની રકમ (Arrears) કર્મચારીઓને જૂન માસના પગારની સાથે જ ચૂકવી દેવામાં આવશે.

નાણા વિભાગનો ઠરાવ

મોંઘવારીના આ યુગમાં કર્મચારીઓને આર્થિક રાહત આપવા માટે નાણા વિભાગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના તમામ સંવર્ગના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળશે. જૂન મહિનામાં પગારની સાથે એરિયર્સની રકમ આવવાની હોવાથી કર્મચારી આલમમાં સરકારના આ નિર્ણયને ઉમળકાભેર વધાવવામાં આવ્યો છે.





આ પણ વાંચો - Gandhinagar : જીતની ઉજવણી દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, વંદે માતરમની રચના રવિન્દ્રનાથ ટાગોરે કર્યાનું કહ્યું