ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જગતના તાત એવા ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને ખેતીકામને વધુ આધુનિક તેમજ સરળ બનાવવા માટે એક સૌથી મોટો જનહિતનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોમાં અત્યંત લોકપ્રિય અને ખેતીકામમાં બહુઉપયોગી એવા 'સનેડો' (નાના ખેડૂત વાહન/પાવર ટિલર સંચાલિત સાધન) ની ખરીદી પર મળતી સરકારી સબસિડી એટલે કે સહાયની રકમમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી જાહેરાત મુજબ, સહાયની રકમને સીધી અઢીથી ત્રણ ગણી સુધી વધારી દેવામાં આવી છે.

અલગ-અલગ ધોરણો અને કેટેગરી

સરકાર દ્વારા સનેડો ખરીદીની સહાય માટે અલગ-અલગ ધોરણો અને કેટેગરી નક્કી કરવામાં આવી છે જેમાં નાના, સીમાંત, SC/ST અને મહિલા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સનેડો ખરીદીના કુલ ખર્ચના 50 ટકા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મહત્તમ સહાયની રકમ રૂપિયા 75007નક્કી કરવામાં આવી છે. જ્યારે સામાન્ય વર્ગના ખેડૂતો માટે સનેડોના કુલ ખર્ચના 40 ટકા સુધીની સહાય મળશે, જેમાં મહત્તમ સહાયની મર્યાદા રૂપિયા 60 હજાર રાખવામાં આવી છે.

સરકારના કડક નિયમો અને શરતો

ખેડૂતો આ સહાયનો સાચો અને યોગ્ય ઉપયોગ કરે તે માટે સરકારે કેટલીક મહત્વની શરતો પણ લાગુ કરી છે. આ નિયમ મુજબ, ખેડૂત ખાતેદારને 7 વર્ષમાં માત્ર એક જ વાર આ યોજના હેઠળ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત, ખરીદવામાં આવનાર સનેડોની કેન્દ્ર સરકારના સત્તાવાર પોર્ટલ પર ફરજિયાત નોંધણી થયેલી હોવી જરૂરી છે.

 2 વર્ષ સુધી તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

સૌથી મહત્વની બાબત એ છે કે, આ સનેડોનો ઉપયોગ માત્ર અને માત્ર ખેત ઉત્પાદનો એટલે કે કૃષિ પેદાશોના પરિવહન અને ખેતીકામ માટે જ કરવાનો રહેશે. આ સાધનની ખરીદી કર્યા બાદ 2 વર્ષ સુધી તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, એટલે કે ખેડૂતો 2 વર્ષ સુધી આ સનેડો અન્ય કોઈને વેચી શકશે નહીં. સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને મોટી આર્થિક રાહત મળશે અને કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણને વેગ મળશે.


આ પણ વાંચો----      Valsad : સાસુ-જમાઈના અનૈતિક સંબંધોનો આવ્યો ભયાનક અંત, દુષ્કર્મ બાદ હત્યા કરનાર લંપટ જમાઈ ઝડપાયો