ગુજરાત રાજ્યએ આર્થિક ક્ષેત્રે એક નવી ઊંચાઈ સર કરી છે. GSTના અમલીકરણ બાદ એપ્રિલ 2026ના મહિનામાં રાજ્યની આવકમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, માત્ર GST પેટે જ રાજ્યને ₹૯,૯૧૬ કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના એપ્રિલ મહિનાની ₹૬,૯૦૧ કરોડની આવક સામે ૪૪%નો તોતિંગ વધારો દર્શાવે છે.


રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતનો ગ્રોથ અનેકગણો વધુ

જ્યાં રાષ્ટ્રીય સ્તરે GST ગ્રોથ ૮.૭% રહ્યો છે, તેની સામે ગુજરાતનો ૪૪% ગ્રોથ રાજ્યની મજબૂત આર્થિક ગતિવિધિઓ અને વેપાર ઉદ્યોગની તેજીની સાક્ષી પૂરે છે. એપ્રિલ ૨૦૨૬માં નોંધાયેલી આ આવક GSTના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક છે.

વેટ અને અન્ય વેરામાં પણ ઉછાળો

માત્ર GST જ નહીં, પરંતુ વેટ (VAT), વિદ્યુત શુલ્ક અને અન્ય વેરાઓ મળીને રાજ્યની કુલ આવક ₹૧૩,૭૦૩ કરોડ પર પહોંચી છે. જેમાં વેટ હેઠળ ₹૨,૭૧૧ કરોડ અને વિદ્યુત શુલ્ક પેટે ₹૧,૦૫૫ કરોડની આવક નોંધાઈ છે. નિષ્ણાતોના મતે, વહીવટી પારદર્શિતા અને વેપારીઓ દ્વારા નિયમિત ટેક્સ ચુકવણીને કારણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે.


આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

  • Follow us on: