ભાવનગર શહેરમાં ગત 19મી તારીખે સોની દંપતીની સળગેલી હાલતમાં મળેલી લાશના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ભાવનગર પોલીસે આ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં સગા પુત્ર અને પુત્રવધુએ જ માત-પિતાનું કાસળ કાઢ્યું હોવાનું ખુલ્યું છે.


ગળું દબાવી હત્યા કરી અને લાશ સળગાવી દીધી

ભાવનગરના ઘોઘા રોડ પર રહેતા કિશોરભાઈ વૈઠા અને રેખાબેન વૈઠાની ગત 19મીની રાત્રે ઘરમાંથી અડધી સળગેલી હાલતમાં લાશ મળી હતી. શરૂઆતમાં આ અકસ્માત લાગતો હતો, પરંતુ FSL અને પીએમ રિપોર્ટમાં જે સત્ય બહાર આવ્યું તેણે બધાને હચમચાવી દીધા છે. આરોપી પુત્ર અને પુત્રવધુએ પહેલા માતા-પિતાનું ગળું દબાવી હત્યા કરી હતી. એટલું જ નહીં, માતા રેખાબેનને ગંભીર ઈજા પહોંચાડી બેભાન કર્યા બાદ ક્રૂરતાપૂર્વક પતાવી દીધા હતા.

પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ

હત્યા કર્યા બાદ આ પાપી પુત્ર-પુત્રવધુએ ગુનાને છુપાવવા માટે માતા-પિતાની લાશને સળગાવી દીધી હતી, જેથી પોલીસને લાગે કે આ આગ લાગવાની ઘટના છે. જોકે, પોલીસની તીક્ષ્ણ નજર અને સાયન્ટિફિક પુરાવાઓ સામે આરોપીઓ ટકી શક્યા નથી. હાલ પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----     Ahmedabad : કમાણી પડાવી લીધી ને મળ્યો ફક્ત ત્રાસ, પત્નીના પાપે પતિનું મોત, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી

  • Follow us on: