અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને એક પતિએ જીવન ટૂંકાવ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી પત્ની ભગવતી દેસાઈની રાણીપ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, પતિ દશરથભાઈના આપઘાત બાદ ભગવતી ફરાર થઈ ગઈ હતી, જેને પોલીસે જહેમત બાદ ઝડપી પાડી છે.


અંતિમ વિડીયોમાં ખોલ્યું પત્નીનું કાળું કરતૂત

મૃતક દશરથભાઈએ મોતને ભેટતા પહેલા એક ચોંકાવનારો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેમણે પોતાની પત્ની ભગવતીના ત્રાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભગવતી તેમને વારંવાર પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી દબાવતી હતી. આ ઉપરાંત, વિડીયોમાં તેમણે ભગવતી, લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા જેવા લોકોના નામ આપીને તેમને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા.

પરિવારનો ગંભીર આક્ષેપ

મૃતકના ભાઈ દેવશીભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, દશરથભાઈએ અત્યાર સુધી જે કંઈ પણ કમાણી કરી હતી તે તમામ પત્ની ભગવતીએ પડાવી લીધી હતી. એટલું જ નહીં, ભગવતીના અન્ય પુરુષો સાથે આડા સંબંધો હોવાથી દશરથભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

 ભગવતીની ધરપકડ

પરિવારજનોની માંગ છે કે માત્ર ભગવતી જ નહીં, પરંતુ વિડીયોમાં જે અન્ય લોકોના નામ લેવામાં આવ્યા છે તેમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. હાલમાં રાણીપ પોલીસે ભગવતીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ અને કેસની વધુ તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો----    Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

  • Follow us on: