ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત આખરે થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું અને સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યમાં તત્કાલ અસરથી આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે એક ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યની 15 મહાનગરપાલિકા, 95 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે.

ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો

  • ચૂંટણી જાહેરાત: 1 એપ્રિલ, 2026
  • જાહેરનામું પ્રસિદ્ધિ: 6 એપ્રિલ, 2026
  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
  • ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
  • ઉમેદવારી પરત ખેંચવાની તારીખ: 15 એપ્રિલ, 2026
  • મતદાનની તારીખ: 26 એપ્રિલ (સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી)
  • મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ: 30 એપ્રિલ, 2026

ચૂંટણીના આંકડા

આ વખતે ચૂંટણી 27 ટકા OBC અનામત સાથે યોજાઈ રહી છે, જેમાં 9 નવી બનેલી મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા છે, જેમાંથી મનપા વિસ્તારમાં 1.10 કરોડ અને નગરપાલિકામાં 33 લાખ મતદારો છે. પંચે કુલ 49,591 મતદાન મથકો નક્કી કર્યા છે, જેમાં એક મથક દીઠ સરેરાશ 1200 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.


https://x.com/sandeshnews/status/2039310942169899120


વોર્ડ અને બેઠકોનું માળખું

  • મનપા: 261 વોર્ડ
  • નગરપાલિકા: 656 વોર્ડ
  • તાલુકા પંચાયત: 5234 વોર્ડ
  • જિલ્લા પંચાયત: 1090 વોર્ડ




સુરક્ષા અને વ્યવસ્થા

ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી બનાવવા માટે 2.61 લાખ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. રાજ્યમાં 11000 સંવેદનશીલ અને 3300 અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. ઈવીએમની વાત કરીએ તો, ગ્રામ્ય વિસ્તાર માટે 53000 બીયુ (BU) અને 48000 સીયુ (CU) જ્યારે શહેરી વિસ્તાર માટે 4000 બીયુ અને 8000 સીયુની ફાળવણી કરવામાં આવી છે. મતદારો નિર્ધારિત 14 ઓળખ દસ્તાવેજોના આધારે પોતાનો કિંમતી મત આપી શકશે.


આ પણ વાંચો - Bhavnagar News: સરકારી હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં, ભોજનમાંથી નીકળી ઈયળ અને રસોડામાંથી મળ્યો અખાદ્ય જથ્થો