ગુજરાત પોલીસ બિન હથિયારી ૪૭૨ પીએસઆઈ ૨૦૨૪-૨૫ની ભરતીમાં ૧૦૨૩ ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઈડ થયાની વિગતો જાહેર થઈ છે. ગાંધીનગર કરાઈ ખાતે ગુજરાત પોલીસ અકાદમીમાં તા.૫-૨-૨૦૨૬ થી તા.૧૦-૨-૨૦૨૬ દરમિયાન દસ્તાવેજી ચકાસણીની કામગીરી થશે.


[[$googlead]]

1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી

આ દસ્તાવેજ ચકાસણીના કોલ લેટર ઓજસ વેબસાઈટ પરથી તા. ૨-૨-૨૦૨૬ના રોજ બપોરે બે વાગ્યાથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષા માટે એક લાખથી પણ વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી.ગુજરાત પોલીસમાં ૪૭૨ બિન હથિયારી ભરતી માટે શારિરીક કસોટીમાં કવોલીફાઈડ થયેલા તમામ ૧,૦૨,૯૩૫ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી.

આ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે

આ ઉમેદવારોમાં પેપર-૧માં ૪૦ ટકા ગુણ મેળવનાર ૪૯,૫૯૧ ઉમેદવારોના પેપર-૨ તપાસવામાં આવ્યા હતા. જે પૈકી પેપર-રમાં ૪૦ કે તેથી વધુ ગુણ મેળવનાર ૮૬૭૯ ઉમેદવાર કવોલીફાઈડ થયા હતા. ભરતી બોર્ડના નિયમ મુજબ કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના હોય છે. મેરિટ મુજબ દસ્તાવેજ ચકાસણી માટે કુલ ૧૦૨૩ ઉમેદવારોને કવોલીફાઈડ કરાયા છે. આ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Surat News : ગજેરા બંધુઓએ હવાલાથી 2000 કરોડ હોંગકોંગ મોકલાવ્યાનો આક્ષેપ, પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર વાયરલ


 

  • Follow us on: