ગુજરાત પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ કુલ 1,10,665 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.


ઉમેદવારોની આંકડાકીય વિગત

શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાં પુરtષ અને મહિલાઓના આંકડા પણ સામે આવ્યા છે.

  • પુરૂષ ઉમેદવારો: 73,882
  • મહિલા ઉમેદવારો: 36,074
  • માજી સૈનિકો: 709
  • કુલ ક્વોલિફાય ઉમેદવારો: 1,10,665




19 એપ્રિલે લેખિત પરીક્ષાની શક્યતા

શારીરિક કસોટીમાં પાસ થયેલા આ તમામ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં ભાગ લેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી 19 એપ્રિલ 2026ના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે. જોકે, તારીખ અંગે સત્તાવાર જાહેરાતની હજુ પ્રતીક્ષા છે. પરિણામ જાહેર થતા જ ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેઓએ લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે.


  • Follow us on: