રાજ્યમાં કુપોષણના કલંકને નાબૂદ કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે કમર કસી છે. રાજ્યના 0 થી 6 વર્ષના અંદાજે 5.70 લાખ કુપોષિત બાળકોને પૂરતો અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ માટે રૂપિયા 24 કરોડના માતબર ખર્ચે ખાસ હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ગોડાઉનથી ઘર સુધી રેશનનું ટ્રેકિંગ

નવી સિસ્ટમ મુજબ, આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવતા રેશનના પેકેટ પર હવે QR કોડ રાખવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી રેશનનું પેકેટ ગોડાઉનથી નીકળીને લાભાર્થીના ઘર સુધી પહોંચે ત્યાં સુધી તેને રીઅલ-ટાઇમ ટ્રેક કરી શકાશે. આનાથી વચેટિયાઓ દ્વારા થતી ગેરરીતિ અટકશે અને આહાર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા આવશે.

આંગણવાડીના આહાર પર સીધી નજર

રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવી એ સરકાર માટે મોટો પડકાર છે. ઘણીવાર આંગણવાડીના બાળકો સુધી આહાર પહોંચતો ન હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે આ AI આધારિત સિસ્ટમ સીધું મોનિટરિંગ કરશે. કયા બાળકને કેટલું રેશન મળ્યું અને તેના સ્વાસ્થ્યમાં કેટલો સુધારો થયો તેનું ડિજિટલ રેકોર્ડ જાળવવામાં આવશે. સરકારના આ હાઈટેક અભિગમથી આગામી સમયમાં ગુજરાત કુપોષણ મુક્ત બનશે તેવી આશા સેવાઈ રહી છે.


આ પણ વાંચો - 


  • Follow us on: