છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે કોરોના હોય કે લમ્પી, અજાણ્યા અને જીવલેણ વાયરસ માનવજાત અને પશુધન માટે મોટો ખતરો બન્યા છે. અત્યાર સુધી આવા અત્યંત જોખમી વાયરસના પરીક્ષણ માટે આપણે માત્ર પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પર આધાર રાખવો પડતો હતો. પરંતુ હવે, ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા ગાંધીનગરના સેક્ટર-28માં 14.21 એકર જમીનમાં દેશની બીજી BSL-4 ફેસિલિટી તૈયાર કરવામાં આવી રહી છે.


શું છે BSL-4 લેબ?

બાયોસેફ્ટી લેવલ-4 એ જૈવિક સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર છે. આ લેબમાં એવા વાયરસ (જેમ કે નિપાહ, કોન્ગો ફીવર, એબોલા) પર સંશોધન કરવામાં આવે છે જે અત્યંત ચેપી અને જીવલેણ હોય. હવા દ્વારા સરળતાથી ફેલાઈ શકે.જેની કોઈ ચોક્કસ રસી કે સારવાર ઉપલબ્ધ ન હોય.

લેબની અત્યાધુનિક ટેકનોલોજી અને સુરક્ષા સ્તરો

આ લેબને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે અંદરનો એક નાનકડો વાયરસ પણ બહાર ન નીકળી શકે હવાને HEPA ફિલ્ટર્સ દ્વારા શુદ્ધ કર્યા બાદ જ બહાર છોડવામાં આવે છે. વૈજ્ઞાનિકો સ્પેસ સૂટ જેવા ખાસ પોશાક પહેરે છે, જે તેમને સીધા સંપર્કથી બચાવે છે. પ્રવેશ અને નિકાલ સમયે દરેક વ્યક્તિએ ખાસ ડિકન્ટેમિનેશન શાવરમાંથી પસાર થવું પડે છે. EDS (Effluent Decontamination System) દ્વારા પ્રવાહી કચરાને ઊંચા તાપમાને ઉકાળીને અને ઘન કચરાને ડબલ-ડોર ઓટોક્લેવ દ્વારા જંતુરહિત કરવામાં આવે છે.

આ લેબથી ગુજરાતને શું ફાયદો થશે?

 હવે નવા વાયરસના સેમ્પલ પુણે મોકલવાને બદલે ગાંધીનગરમાં જ તપાસી શકાશે, જેનાથી સારવારમાં સમય બચશે.નવા વાયરસ સામેની રસી અને એન્ટી-વાયરલ દવાઓ બનાવવામાં ગુજરાત અગ્રેસર બનશે. પશુઓમાંથી માણસોમાં ફેલાતા ઝૂનોટિક (Zoonotic) રોગો પર ચોકસાઈપૂર્વક દેખરેખ રાખી શકાશે.  જૈવિક હુમલા જેવી સ્થિતિમાં આ લેબ ભારતની 'બાયો-ડિફેન્સ' સિસ્ટમ તરીકે કાર્ય કરશે.

આ પણ વાંચો: સરથાણામાં પતંગ પકડવા બાળકો પાણીની ટાંકી પર ચઢ્યા, કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ?


  • Follow us on: