ગુજરાત રાજ્ય હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયન્સ-ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા સજ્જ બન્યું છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કર્મચારીઓ તેમજ સંશોધકો માટે 'આઈપી મેનેજમેન્ટ' વિષય પર એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


આઈપી મેનેજમેન્ટ' વિષય પર તાલીમ શિબિર

આ શિબિરમાં નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન સાથે જોડાયેલી જટિલ બાબતો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીનેઇનોવેશન પેટન્ટ એનાલિટિક્સ નવી શોધને કેવી રીતે સુરક્ષિત કરવી.ફ્રીડમ ટુ ઓપરેટ (FTO) વ્યાપારી સ્તરે ઇનોવેશનને અમલી બનાવવાની કાયદાકીય મંજૂરી.IP મેનેજમેન્ટ બૌદ્ધિક સંપદાનું અસરકારક સંચાલન.

મંત્રી અર્જુન મોઢવાડિયાનું સંબોધન

તાલીમ શિબિરમાં ખાસ ઉપસ્થિત રહેલા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં પણ AI ક્ષેત્ર માટે વિશેષ બજેટની ફાળવણી કરવામાં આવી છે, જે ભારતની ટેકનોલોજીકલ પ્રગતિની દિશા સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે, "ગુજરાત પણ AI, સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા માટે IP મેનેજમેન્ટની સમજ હોવી અનિવાર્ય છે."

કોણ લઈ રહ્યું છે ભાગ?

આ તાલીમમાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉભરતા સ્ટાર્ટઅપ્સના સ્થાપકો,વૈજ્ઞાનિકો અને સંશોધકોયુવા વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા આ તમામ હિતધારકોને આધુનિક ટેકનોલોજી અને કાયદાકીય માળખા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી દેવાયત ખવડની ઈચ્છા, પ્રચારમાં સંપૂર્ણ સહકાર આપવાની જાહેર મંચ પરથી કરી જાહેરાત


  • Follow us on: