ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા એક જ દિવસમાં કુલ 217 પ્રોવિઝનલ પેટન્ટ્સ ફાઇલ કરીને ઇનોવેશન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિદ્ધિ રાજ્યમાં બૌદ્ધિક સંપદા (IP) સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે એક નવો રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કરે છે.
ઐતિહાસિક સિદ્ધિની ઝલક
આ માઇલસ્ટોન કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ – 1, ગાંધીનગર ખાતે વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન–ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સચિવ, વિજ્ઞાન–ટેક્નોલોજી વિભાગ શ્રીમતી પી. ભારતી (આઈ.એ.એસ.) અને GUJCOSTના એડવાઇઝર ડો. નરોત્તમ સાહૂ પણ હાજર રહ્યા હતા. એક જ દિવસમાં 217 પ્રોવિઝનલ પેટન્ટ્સ ફાઇલ કરવાની સિદ્ધિ GUJCOSTના વિસ્તૃત વિઝન અને રાજ્યની નીતિગત પ્રતિબદ્ધતાનું પરિણામ છે.પ્રગતિશીલ STI (Science, Technology, and Innovation) નીતિ અને મજબૂત R&D સપોર્ટ સિસ્ટમના કારણે ગુજરાત રોબોટિક્સ, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયોટેક્નોલોજી અને ઇમર્જિંગ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્રીય આગેવાની મજબૂત કરી રહ્યું છે. પી. ભારતીએ જણાવ્યું કે ROBOFEST Gujarat 5.0 અને એક જ દિવસે 200થી વધુ પેટન્ટ ફાઇલિંગ જેવી સિદ્ધિઓ યુવા ઇનોવેટર્સને પ્રેરણા આપે છે.
Let’s Talk IP" પહેલનો પ્રારંભ
વિજ્ઞાન–ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડીયાએ રાજ્યના ઇનોવેશન-લેડ ડેવલપમેન્ટ માટેની દિશા રજૂ કરી અને બૌદ્ધિક સંપદાની સુરક્ષાને ઇનોવેશન આધારિત અર્થતંત્ર માટે અત્યંત જરૂરી ગણાવી. આ પ્રસંગે, તેમણે રાજ્યવ્યાપી પહેલ “Let’s Talk IP : IPR અવેરનેસ ફોર વિક્સિત ભારત” નો પ્રારંભ કર્યો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને ગ્રામ્ય ઇનોવેટર્સને IP બાબતે વધુ સશક્ત બનાવવાનો છે.
"Let’s Talk IP" કાર્યક્રમ અંતર્ગત વર્ષભર પ્રવૃત્તિઓ યોજાશે
દર મહિનાના ચોથા બુધવારે વિષય આધારિત IPR સત્રો (હાઇબ્રિડ/ઑફલાઇન). એન્જિનિયરિંગ, ફાર્મસી, બાયોટેક, કૃષિ, ડિઝાઇન, આઈ.ટી., મેડિકલ વગેરે ક્ષેત્રો માટે વિશેષ તાલીમ. પ્રોવિઝનલ ફાઇલિંગ માટે વન-ઓન-વન પેટન્ટ ક્લિનિક્સ, સ્ટાર્ટઅપ્સ, ગ્રામ્ય ઇનોવેટર્સ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ સહાય. તમામ ભાગ લેનારાઓને પ્રમાણપત્ર. રાજ્યભરમાં RSCs (રીજનલ સાયન્સ સેન્ટર્સ) અને CSCs (કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ) મારફતે લાઇવ પ્રસારણ. પેટન્ટ, ડિઝાઇન, ટ્રેડમાર્ક, કોપીરાઈટ અને GI (ભૌગોલિક સંકેત) સહિત સમગ્ર IP સ્પેક્ટ્રમ અંગે માર્ગદર્શન.આ પહેલ ઇનોવેટર્સને વિચારથી લઈને ફાઇલિંગ, સુરક્ષા અને ભાવિ કોમર્શિયલાઈઝેશન સુધીની સંપૂર્ણ યાત્રામાં માર્ગદર્શન પૂરું પાડશે.
ગુજરાતનું IP ઇકોસિસ્ટમ
ગુજરાતનું ઝડપી વિકસતું IP ઇકોસિસ્ટમ નીચે મુજબના મજબૂત માળખાથી સંચાલિત છે, જે રાજ્યભરના ઇનોવેટર્સને મેન્ટરશિપ, ટેકનિકલ નિષ્ણાતી અને સંસ્થાગત સહાય સરળતાથી પ્રદાન કરે છે. દરેક જિલ્લામાં IP & Innovation Labs. 50થી વધુ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં IP સેલ્સ. પેટન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર (PIC) – GUJCOST.iHub, iCreate અને Indian Patent Office સાથે વ્યૂહાત્મક સહયોગ. એક જ દિવસે 217 પેટન્ટ્સ ફાઇલ કરવાની સિદ્ધિ ગુજરાતને ભારતના જ્ઞાન આધારિત અને ભવિષ્ય-તૈયાર રાજ્યોમાં મજબૂત સ્થાન અપાવે છે, જે આત્મનિર્ભર અને ટેક્નોલોજીકલી સશક્ત ભારત તરફના માર્ગને વેગ આપે છે.
આ પણ વાંચો: : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસીય અમદાવાદની મુલાકાતે, 3000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત