હરિયાણાની આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવી છે. આ પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા રાજ્ય માટે ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.


મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક

હરિયાણાના પ્રવાસે પહોંચેલા હર્ષ સંઘવીએ આજે રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યસભાની આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા અને પક્ષના ઉમેદવારો માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સંગઠનની સક્રિયતા

આ મહત્વપૂર્ણ બેઠકમાં હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રભારી તરીકે હર્ષ સંઘવીએ સંગઠન અને સરકારના સમન્વય સાથે કેવી રીતે આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ હાઈકમાન્ડે હર્ષ સંઘવીને આ મહત્વની જવાબદારી સોંપીને હરિયાણાના રાજકીય માહોલને પોતાની તરફેણમાં રાખવા માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે

આ પણ વાંચો: Anand: ઉમરેઠ વિધાનસભા બેઠક સત્તાવાર રીતે ખાલી જાહેર: ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ લેવાયો નિર્ણય


  • Follow us on: