રાજ્યમાં આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને ગંભીર આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મતદાનના દિવસે રાજ્યમાં આકાશમાંથી અગનગોળા વરસશે અને તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.


આકાશમાંથી અગનગોળા વરસશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય ગુજરાત 43 ડિગ્રી વડોદરા, આણંદ, નડિયાદ, ઉત્તર ગુજરાત 42 ડિગ્રી પાટણ, પાલનપુર, વાવ, થરાદ, હિંમતનગર, અરવલ્લી,અમદાવાદ 42 ડિગ્રી સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારો,સૌરાષ્ટ્ર 41 થી 42 ડિગ્રી સમગ્ર સૌરાષ્ટ્ર પંથક,ગાંધીનગર 41 ડિગ્રી પાટનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો,કચ્છ 40 ડિગ્રી સરહદી અને આંતરિક વિસ્તારો.

મતદારો માટે સાવચેતીની સલાહ

ચૂંટણી ટાણે જ ગરમીનું જોર વધતા મતદાનની ટકાવારી પર તેની અસર ન પડે તે માટે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો રેકોર્ડ તોડી શકે છે. ખાસ કરીને પાટણ, હારીજ અને થરાદ જેવા વિસ્તારોમાં આકરી ગરમીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: Local Body Election 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મતદારોને હાકલ, 26 એપ્રિલે લોકશાહીના મહાપર્વમાં જોડાવા અનુરોધ

  • Follow us on: