ગુજરાતમાં આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને એક વિશેષ સંદેશ પાઠવીને 100 ટકા મતદાન કરવા હાર્દિક અપીલ કરી છે.


મતદાન એ પવિત્ર કર્તવ્ય

મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, "લોકશાહીમાં મતદાન માત્ર આપણો અધિકાર નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે." તેમણે ઉમેર્યું કે લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદારે ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ જેથી લોકશાહીના મૂળિયા વધુ મજબૂત બને.

વિકાસ માટે મતદાન અનિવાર્ય

વિકાસની રાજનીતિ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું કે, મતદારનો દરેક કિંમતી મત રાજ્યના ગામડાંઓ, તાલુકાઓ, જિલ્લાઓ અને શહેરોના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. "વિકસિત ભારતથી વિકસિત ગુજરાત" ના વિઝનને સાકાર કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મજબૂત હોવી જરૂરી છે અને તે મતદારોની ભાગીદારીથી જ શક્ય છે.

'100 ટકા મતદાન'નો સંકલ્પ

26 એપ્રિલ, રવિવારના રોજ તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સાથે મુખ્યમંત્રીએ એક વિશેષ આહવાન કર્યું છે કે,દરેક નાગરિક પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચે.પોતાના પરિવારજનો, મિત્રો અને પડોશીઓને પણ મતદાન કરવા પ્રેરિત કરે.રાજ્યભરમાં "100 ટકા મતદાન" ના સંકલ્પને સિદ્ધ કરી આ પર્વને સફળ બનાવે.મુખ્યમંત્રીની આ અપીલ બાદ વહીવટી તંત્ર પણ વધુ સક્રિય બન્યું છે અને મહત્તમ મતદાન થાય તે દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Local Body Election 2026: અમદાવાદમાં AAP ઉમેદવારના ભડકાઉ વાયદાથી વિવાદ, હર્ષ સંઘવીએ AAP ના ‘ડબલ સ્ટાન્ડર્ડ’ પર કર્યા પ્રહારો

  • Follow us on: