હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 10થી એક વાગ્યા સુધીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આગ ઝરતી ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં રાહત મળી છે.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં.

ફતેપુરામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો

બીજી તરફ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતાં. ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં જોવા મળી હતી.ફતેપુરા, સલરા, વડવાસ, કરોડીયા, વલોન્ડી ,પાટવેલ, નવાગામ, છાલોર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.હરીજન વાસનો રોડ ઊંચો કરી દેવાતા મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પલળી હતી. ડબગરવાસના વહેરા ઉપર દબાણ કરી દેતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતાં.

આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર