ગંભીરા બ્રિજને લઈને સ્થાનિકો અને રાહદારીઓ માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં થયેલી દુર્ઘટના બાદ બ્રિજને બંધ કરી દેવાયો હતો, પરંતુ હવે સમારકામ બાદ તેને ફરીથી શરૂ કરી દેવાયો છે. હયાત (જૂના) બ્રિજમાં જરૂરી સમારકામ અને રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં તેને ટુ-વ્હીલર વાહનો અને રાહદારીઓ માટે અવરજવર માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે.
જૂના બ્રિજ પર ટુ-વ્હીલરને મંજૂરી
આ નિર્ણયથી સ્થાનિક ટ્રાફિક અને લોકોને મોટી સુવિધા મળી છે. બીજી તરફ, આ બ્રિજની બાજુમાં નવા બ્રિજની નિર્માણ કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા બ્રિજની આશરે 20 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. નવો બ્રિજ તૈયાર થવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હળવી થશે.
