રાજ્યના 10 શહેરોમાં IT વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવક વેરા વિભાગ દ્વારા રામી ગૃપ ઓફ હોટેલ્સના 38 સ્થળો પર રેડ કરવામાં આવી છે. આવક વેરા વિભાગને ટેક્સ ચોરીની શંકા જણાતા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ રેડ દરમિયાન લેવડદેવડ, દસ્તાવેજો અને પુરાવાની શોધખોળ કરવામાં આવી છે.
ગુજરાતના 10 શહેરોના 38 સ્થળો પર સર્ચ ઓપરેશન
આવક વેરા વિભાગ દ્વારા દેશમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કૂલ 52 હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં રેડ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 10 શહેરોના 38 સ્થળો પર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આવક વેરા વિભાગને ટેક્સ ચોરીની શંકા જતા લેવડદેવડ, દસ્તાવેજો અને પુરાવાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન મુંબઇની IT વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
