પાટણના સમીમાં દારૂના અડ્ડાઓ પર જનતાએ રેડ કરી હતી, ગામમાં વ્યસન મુક્તિ માટે મહિલાઓ બની રણચંડી અને ગામમાં વેચાતા દારૂના દૂષણને ડામવા મહિલાઓએ રેડ કરી હોવાની વાત સામે આવી છે, પોલીસને જાણ છે તેમ છત્તા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવતા નથી તેવો આક્ષેપ મહિલાઓએ રેડ દરમિયાન કર્યો હતો.


[[$googlead]]

બે દિવસ અગાઉ પાટણના ચલવાડા ગામની સીમમાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો

પાટણ LCB દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચલવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા કુલ ₹53,65,248/- કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે. LCB એ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મેળવી હતી. બાતમી અનુસાર રાત્રીના સમયે રેલવે ફાટકની નજીક આવેલી પડતર જગ્યામાં આઇસર ટ્રકમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હતો અને અન્ય વાહનોમાં હેરાફેરી (કટિંગ) થતી હતી.


[[$alsoread]]

આ પણ વાંચો : Junagadh News : આજે વિશ્વ દિવ્યાંગ દિવસે "અમે પણ કંઈક કરી શકીએ છીએ”નો સંદેશ આપતી દિવ્યાંગોની રેલી નીકળી


 

  • Follow us on: