લોકસભાની સાથે દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા બંધારિણય સુધારા વિધયેક અંગે સરકારી તંત્ર, રાજકીય પક્ષો અને નિસબતકારોનો મત જાણવા સંયુક્ત સંસદીય દળ- JPC ત્રણ દિવસ ગુજરાતમાં છે. પહેલા દિવસે ગિફ્ટ સિટી ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી સહિત 10 ટોચના IAS સાથેની બેઠકમાં 'વન નેશન વન ઈલેક્શન' સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ થયુ હતુ. ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક પછી .JPCના અધ્યક્ષ પી.પી.ચૌધરીએ એક સાથે ચૂંટણી વ્યવસ્થાથી સમય જ નહી પરંતુ ભારતની GDPમાં હકારાત્મક ફરક સાથે રૂ.7 લાખ કરોડની બચત થશે એમ કહ્યુ હતુ.

JPCએ તમામ રાજકીય પક્ષના નેતાઓને બોલાવ્યા

સ્ટેટ બ્યુરોક્રેટની મેરેથોન બેઠક બાદ બીજા દિવસે બુધવારે JPCએ તમામ રાજકીય પક્ષના નેતાઓને બોલાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વિપક્ષના નેતા સહિતના આગેવાનો સાથે બેઠકનું આયોજન છે. ગણમાન્ય 39 સાંસદોની JPCમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, રણદિપ સુરજેવાલા એમ કોંગ્રેસના બે સાંસદો જોવા મળ્યા નહોતા. રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી મનોજ દાસ, GADના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, આરોગ્યના રાજીવ ટોપનો, નાણાં વિભાગના ટી.નટરાજન, ગૃહના સંજીવ કુમાર, શ્રમ- રોજગાર અગ્રસચિવ લોચન શહેરા સહિતના 10 સેક્રેટરીઓ દ્વારા રજૂ થયેલા પ્રેઝન્ટેશન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં JPC અધ્યક્ષ ચૌધરીએ કહ્યુ કે, અત્યાર સુધીમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં પ્રવાસ કર્યો છે.

જેપીસીની ટીમનો ગુજરાતમાં આજે બીજો દિવસ

જેપીસીની ટીમનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. ગુજરાતમાં મોટા સ્તરે મહત્વની બેઠકોનો દોર ચાલશે. રાજકીય નેતૃત્વ અને ધારાસભ્યો સાથે ખાસ ચર્ચા થશે. મુખ્યમંત્રી અને વિધાનસભાના સ્પીકર સાથે ખાસ બેઠક યોજાશે. નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ બેઠકમાં હાજર રહેશે. એક સાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવ અંગે વિગતવાર ચર્ચા કરાશે. બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સાથે બેઠક યોજાશે. બપોરે 2 થી 5 વાગ્યા સુધી સ્ટેક હોલ્ડરો સાથે બેઠક યોજાશે.

ગુજરાતના પ્રેઝન્ટેશનમાં માઈક્રો ડિટેઈલ્સ મળી

ગુજરાતના પ્રેઝન્ટેશનમાં માઈક્રો ડિટેઈલ્સ મળી છે. અલગ અલગ ચૂંટણી થતા પાંચ વર્ષ દરમિયાન એક વર્ષ જેટલો સમય વેડફાય છે. જેની સીધી જ અસર શૈક્ષણિકકાર્યને થાય છે. જે આવનારી પેઢીને અસરકર્તા હોય છે. તદ્ઉપરાંત ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં સરકારી વિકાસના કાર્યો તેમજ અર્થતંત્રને ઉત્તેજન આપતા ખાનગી પ્રોજેક્ટમાં વિલંબિત મંજૂરીઓને કારણે નાણાકીય ભારણ વધશે છે. જેની સીધી અસર નાગરીકો અને રાજ્યની કુલ ઉત્પાદકતા પર થાય છે. તેને નિવારવા પ્રેઝન્ટેશન રજૂ કર્યુ છે. જે JPCના અહેવાલનો ભાગ બનશે અને સંસદમાં ચર્ચા માટે રજૂ થશે.

આ પણ વાંચોઃ Godhra: વેજલપુરથી ચલાલી રસ્તાનું કામ ધીમી ગતિએ