ગાંધીનગર શહેરની સ્વચ્છતા અને જાહેર સુવિધાઓ જાળવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. GMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હવે પાલતુ શ્વાન (Pet Dogs) રાખવા માટે નવા નિયમો લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો મુજબ, ગાંધીનગર શહેરમાં પાલતુ શ્વાન રાખતા તમામ માલિકો માટે રજિસ્ટ્રેશન (નોંધણી) કરાવવું ફરજિયાત બનશે.

જાહેરમાં ગંદકી તો ખિસ્સા ખાલી

પાલતુ શ્વાનની નોંધણી માટે માલિકોએ રૂ. 209 ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ શ્વાનના માલિકોની રહેશે. જો કોઈ પાલતુ શ્વાન જાહેર માર્ગો કે સ્થળો પર ગંદકી કરશે, તો તેના માલિકને રૂ. 500નો દંડ કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા અને શ્વાન માલિકોમાં જવાબદારીની ભાવના વધારવાનો છે.